સાપુતારામાં સેલ્ફી લેવાં જતાં યુવતી 2000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, પણ થયો આવો ચમત્કારિક બચાવ

  |   Gujaratnews

આજકાલ લોકોમાં સેલ્ફીનો ક્રેઝ એવો લાગ્યો છે કે, તેઓ જીવનાં જોખમે પણ એક સેલ્ફી લેવા માટે તલપાપડ બની જતાં હોય છે. આવો જ એક કિસ્સો નોંધાયો ડાંગ જિલ્લાના સાપુતારામાં. વરસાદી વાતાવરણ, ચારેકોર હરિયાળી વચ્ચે મહિલા પહાડ ઉપર સેલ્ફી લેવાં જતી હતી. પણ ત્યાં કોઈ પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે મહિલા સીધી 2000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. પણ યુવતીનો ચમત્કારિક બચાવ થયો હતો.

હાલ સાપુતારમાં વરસાદી માહોલને કારણે ચારેબાજુ હરિયાણી છવાયેલી છે. અને સાપુતારાના આહલાદક વાતાવરણનો લ્હાવો માણવા આસપાસના રાજ્યોમાંથી લોકો અહીં આવી રહ્યા છે. નાશિકથી સુષ્મા પગારે નામની મહિલા પણ સાપુતારા નયનરમ્ય વાતાવરણનો આનંદ માણવા માટે આવી હતી. સનરાઈઝ પોઈન્ટ પર આંખોને મોહી લે તેવો નજારો જોતાં જ મહિલાએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરવા કોશિશ કરી. તે સેલ્ફી લેતી હતી ત્યાં જ તે 2000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. સનરાઈઝ પોઈન્ટ ઉપર પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે મહિલા ખીણમાં ખાબકી હતી....

ફોટો - http://v.duta.us/3jUvIgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9Vz9GwAA

📲 Get gujaratnews on Whatsapp 💬