સલુણમાં આજથી 30મી સુધી કારકિર્દીનો સપ્તાહ

  |   Nadiadnews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 07:06 AM ISTનડિયાદ નજીક આવેલા સલુણ ગામની સાર્વજનિક હાઇસ્કૂલખાતેથી તા. 23 સપ્ટેમ્બરથી કારકિર્દી સપ્તાહનો આરંભ થઇ રહ્યો છે. સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે આરંભ થનારું આ કારકિર્દી સપ્તાહ તા. 30 સપ્ટેમ્બર સુધી ચાલનાર છે.

આ સપ્તાહ દરમિયાન કેરીયર કોર્નર ટીચર્સ સેમિનારનું હાઇસ્કૂલમાં આયોજન કરાયું છે. જેમાં ધો. 9થી ધો. 12ના વિદ્યાર્થી ભાઇ-બહેનો ભાગ લઇ શકશે. સેમિનાર દરમિયાન નિબંધ સ્પર્ધા તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ બંન્ને સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં પોતાની કૃતિઓ રજૂ કરી શકશે. સ્પર્ધામાં વકતૃત્વ સ્પર્ધાનો વિષય મારી કારકિર્દીનો શ્રેષ્ઠ વિકલ્પ નોકરીદાતા કે નોકરીવાંચ્છુ અને નિબંધ સ્પર્ધાનો વિષય ભારતીય સંરક્ષણ દળોમાં કારકિર્દી ઘડતરની તક રાખવામાં આવ્યા છે. આ સેમિનારમાં સૌરભભાઇ પટેલ, અશોકભાઇ પટેલ, સુરેશકુમાર રાઉત, જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કે.જી. દવે તથા પેટા પ્રાદેશિક રોજગાર અધિકારી એન. આર. શુક્લ ઉપસ્થિત રહેશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/LrvWqAAA

📲 Get Nadiad News on Whatsapp 💬