હાઇવે રોડ પર મોટા મોટા ખાડાનું રિપેરીંગ કરવા ઉચ્ચકક્ષાએ રજુઆત

  |   Bhavnagarnews

DivyaBhaskar News NetworkSep 23, 2019, 07:31 AM ISTચોમાસામાં વરસાદ આવતા રોડ પર ખાડા પડી જતા હોય છે. નિંભર તંત્રને મોટા-મોટા ખાડા પણ ન દેખાતા હોય અને તે ખાડાને પૂરવામાં રસ ન હોય. જેથી કરીને આ હાઇવે રોડને તત્કાલ રિપેરીંગ કરવામાં આવે તેમજ નવો રોડ તુટી જતા તેની તપાસ કરવામાં આવે તેવી રજુઆત સામાજિક કાર્યકતા નાનુભાઇ ડાંખરાએ ઉચ્ચકક્ષાએ કરેલ છે અને જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસો કોર્ટના દ્વાર ખખડાવીને આંદોલનની ચીમકી ઉચ્ચારેલ છે.

ભાવનગર રાજકોટ હાઇવે રોડ બન્યો તેનો હજી ખાસ્સો સમય પણ ન થયો હોય ત્યારે તે હાલના સમયે ઠેક ઠેકાણે તુટી ગયો છે અને અમુક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે ત્યારે બીજો હાઇવે જે સોનગઢ થી પાલીતાણા હાઇવે રોડ જે ગત વર્ષે જ નવો બન્યો છે. આ રોડ પર પણ મોટા મોટા ખાડા પડી ગયા છે. આ રોડ બનાવવા માટે હલકી ગુણંવતાનો માલ વાપરવામાં આવ્યો છે કે કેમ ? તેવી તપાસ થવી જોઇએ અને આ બંને રોડ તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે તેવી રજુઆત કરાઇ છે.

ફોટો - http://v.duta.us/MZgKlgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/3MNhZAAA

📲 Get Bhavnagar News on Whatsapp 💬