અંબાજીના મેળા માટે મહેસાણા ડિવીઝનની 345 બસો ફાળવાઈ

  |   Mehsananews

મહેસાણા,તા.5 સપ્ટેમ્બર 2019, ગુરૂવાર

દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા એસ.ટી. ડિવીઝન હસ્તકના વિવિધ ડેપોમાંથી ૩૪૫ બસોની અંબાજીના મહામેળા માટે સ્પેશીયલ ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના સાનિધ્યમાં તા.૮-૯-૧૯થી ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉત્તર ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા તેમજ મોટરમાર્ગે ઉમટી પડે છે. આ મેળામાં જતા યાત્રિકોની સગવડ માટે એસ.ટી. તંત્ર દ્વારા દર વર્ષે બસોની સ્પેશ્યીલ ટ્રીપો વિવિધ રૃટો પર દોડાવવામાં આવે છે. તે અંતર્ગત મહેસાણા એસ.ટી. વિભાગીય કચેરીના ઈન્ચાર્જ નિયામક વિનુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડિવીઝન હસ્તકના એસ.ટી. ડેપોમાંથી અંબાજી રૃટ ઉપર વિશેષ ટ્રીપો દોડાવાશે. જેના માટે મહેસાણા ડેપોની ૪૩, વિસનગર ડેપોની ૪૦, પાટણ ૩૨, ખેરાલુ ૩૬, વડનગર ૩૩, ઊંઝા ૩૦ સહિત ૧૧ ડેપોની ૩૪૫ બસોની ફાળવણી કરવામાં આવી છે. તા.૮-૯-૧૯થી તા.૧૪-૯-૨૦૧૯ના અંબાજી મેળાના સમયગાળા દરમિયાન મહેસાણા ડિવીઝનની બસો વિવિધ રૃટો પર દોડાવવામાં આવનાર છે....

ફોટો - http://v.duta.us/SvGseQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/nPkHxwEA

📲 Get Mehsananews on Whatsapp 💬