અમદાવાદ: પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ, દારૂ પીને મારઝૂડ કરી કરતો આ માંગણી

  |   Gujaratnews

દહેજ પ્રથા સમાજ પર એક કલંક સમાન છે. આ પ્રથાના કારણે દાયકાઓથી મહિલાઓ પર અકલ્પનીય અત્યારચારો અને ગુનાઓ થતાં આવ્યા છે. આ દૂષણે સમાજના દરેક વર્ગમાં મહિલાઓનું જીવન બરબાદ કર્યું છે. ત્યારે હવે એવી જ એક ઘટના સામે આવી છે જે અમદાવાદની છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં એક પરિણીતાએ સાસરિયા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં કહ્યું કે પતિ દારૂ પીધા બાદ પરિણીતા સાથે મારઝૂડ કરતો અને દહેજ પેઠે દુકાન લેવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. તેથી કંટાળીને પરિણીતાએ પોલિસ સ્ટેશનમાં પતિ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાની ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દહેજ પ્રથા હાલના સમયમાં પણ સમાજમાં વ્યાપક રીતે ફેલાયેલી છે. ઘણી ઘટનાઓમાં તો દહેજ માંગના કારણે મહિલાઓનું મોત પણ થયું છે. ભારતમાં જાતિ આધારિત ગર્ભપાત અને સ્ત્રીભૃણ હત્યા પાછળનું એક મહત્વનું કારણ દહેજ પ્રથા દ્વારા થતી સતામણી પણ છે....

ફોટો - http://v.duta.us/GiqL1gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/B4oYMgEA

📲 Get gujaratnews on Whatsapp 💬