ઉત્તર ગુજરાતમાં શિક્ષક દિન નિમિત્તે 48 શિક્ષકોને એવોર્ડ એનાયત

  |   Mehsananews

મહેસાણા, તા. 5 સપ્ટેમ્બર 2019, ગુરૂવાર

મહેસાણા જિલ્લામાં કમળાબા હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લાના ૪ અને તાલુકાના ૮ શિક્ષકોનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સ્વભંડોળ થકી જિલ્લાના ૨૮ શિક્ષકોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માનીત કરાયા હતા. નોંધપાત્ર છે કે ૨૧૧૨ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ થકી સમગ્ર રાજ્યમાં મહેસાણા જિલ્લાનો બીજો ક્રમ આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દેશભરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. રાજ્ય સરકાર પણ રાજ્યના શિક્ષકોને સન્માનીત કરી શિક્ષક દિવસની ઉજવણી કરે છે. સમાજ જીવનમાં શિક્ષકોનું સ્થાન ઉચ્ચ દરજ્જાનું છે. શિક્ષક શ્રધ્ધા અને વિશ્વાસના પ્રતિક સાથે સુસંસ્કૃત સમાજનું નિર્માણ કરે છે....

ફોટો - http://v.duta.us/TWoiUwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/WDMicQAA

📲 Get Mehsananews on Whatsapp 💬