ચાંદખેડા અને રાણીપમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયાં

  |   Gujaratnews

અમદાવાદ શહેરમાં ગુરુવારે દિવસભર વાદળોની સંતાકૂકડી જોવા મળી હતી પછી ગુરુવારે સાંજે ૭ વાગ્યા પછી વરસાદી માહોલ જામ્યો હતો જેમાં પહેલાં પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડયો હતો પછી શહેરભરમાં વરસાદી ઝાપટાં પડયાં હતા. શહેરમાં ગુરુવારે સાંજે ૬થી ૯ વાગ્યા દરમિયાનમાં સરેરાશ અડધાથી એક ઇંચ વરસાદ પડયો હતો જેમાં સૌથી વધુ વરસાદ ચાંદખેડા અને રાણીપમાં જોવા મળ્યો હતો. શહેરમાં સૌથી વધુ રાણીપ, ચાંદખેડા, બોડકદેવ અને ગોતામાં બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. શહેરમાં વરસાદી માહોલ જોતા મ્યુનિ.એ વાસણા બેરેજના ચાર દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી.

અમદાવાદ શહેરમાં બુધવાર રાતથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં ગઇકાલે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં પૂર્વ વિસ્તારો ખાસ કરીને વટવા, નરોડા, મેમ્કો સહિતના વિસ્તારોમાં એકથી દોઢ કલાકમાં બેથી અઢી ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જ્યારે ગુરુવારે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો જેમાં બોડકદેવ, ગોતા સહિત આસપાસના વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડયા હતા....

ફોટો - http://v.duta.us/E3tw9AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5HoMHAAA

📲 Get gujaratnews on Whatsapp 💬