મહેસાણામાં પાલિકાએ બનાવેલા કુંડમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન

  |   Mehsananews

મહેસાણા, તા. 5 સપ્ટેમ્બર 2019, ગુરૂવાર

ત્રણ દિવસ પહેલા ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે મહેસાણા શહેર અને જિલ્લાભરમાં ૨૦૦૦થી વધુ સ્થળોએ રિધ્ધિ સિધ્ધિના સ્વામી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. બુધવારથી આ પંથકમાં દુંદાળા દેવની મૂર્તિઓ વિસર્જન કરવાનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે આ વખતે માટીની બનાવેલી ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓને નીજ સ્થળે જ વિસર્જન કરવામાં આવશે. જ્યારે મહેસાણામાં પરા તળાવમાં મૂર્તિઓના વિસર્જન માટે કુંડ બનાવાયા છે.

ગણેશ ચતુર્થીના દિવસે મહેસાણા જિલ્લામાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે અનેક સ્થળોએ દુંદાળા દેવની મૂર્તિઓનું પરંપરાગત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બુધવારથી મહેસાણાના ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવાની પ્રક્રિયા આરંભાઈ છે. જેમાં શ્રધ્ધાળુઓ દ્વારા ડીજેના તાલે મહેસાણા, વિસનગર, ઊંઝા, વિજાપુર, કડી, ખેરાલુ, બેચરાજી, વડનગર તાલુકાઓમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવા અબીલ ગુલાલ સાથે યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાય છે. આ વર્ષે જિલ્લામાં પીઓપીની ગણેશજીની મૂર્તિને બદલે માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની સ્થાપના કરવાનો ક્રેઝ રહ્યો હોવાથી મૂર્તિઓના વિસર્જન સરળતાથી થતાં નદી, નાળામાં સ્વચ્છતા જળવાશે.

ફોટો - http://v.duta.us/DO6R4gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/XrrTUQAA

📲 Get Mehsananews on Whatsapp 💬