રાજકોટનો કુખ્યાત કમલેશ રામાણી ફરી આવ્યો વિવાદમાં, શરાબ સાથે શબાબની મહેફિલ માણતો રંગેહાથ ઝડપાયો

  |   Gujaratnews

રાજકોટનો નામચીન અને અનેક ગુનાઓમાં સંડોવાયેલો રંગીન મિજાજ બિલ્ડર કમલેશ રામાણી વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. રાજકોટના કાલાવાડ રોડ ઉપર તુલીપ ફ્લેટમાં શરાબ અને શબાબની મજા માણતાં કમલેશ રામાણીને ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે દરોડા પાડી ઝડપી લીધો હતો. કમલેશ રામાણી જમીન કૌભાંડ અને દુષ્કર્મ જેવા અનેક કેસોમાં તેનું નામ ચર્ચાતું રહ્યું છે.

કાલાવાડ રોડ પર તુલીપ ફ્લેટમાં રંગરેલિયા મનાવતાં કમલેશ રામાણી સાથે જે યુવતી ઝડપાઈ છે. તેનું નામ ફિરોઝા છે. અને તે પરિણીત છે. જો કે પુછપરછમાં તે ફ્લેટ જોવા આવી હોવાનું કહી રહી છે. અને કમલેશની મિત્ર હોવાનું રટણ કરી રહી છે.

થોડા દિવસ પહેલા રાજકોટ યુનિવર્સિટી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે હવામાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં કમલેશ રામાણીએ ફાયરિંગ કર્યાનું ખુલ્યું હતું. જેથી સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળ પર જઇ તપાસ કરી હતી. યુનિવર્સિટી પોલીસ મથકમાં કમલેશ રામાણી સામે એટ્રોસિટી અને ફાયરિંગનો ગુનો નોંધાયો હતો. આ પહેલાં પણ કમલેશ રામાણી સામે અનેક ગુનાઓ નોંધાયા છે. અગાઉ યુવતીનો ચહેરો કદરૂપો કરવા બિલ્ડર કમલેશ રામાણીએ સોપારી આપી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. તેમજ દારૂ, બિયર અને સેક્સ સીડી સાથે યુવતીઓ ઝડપાઇ હતી. જે શહેરનો ટોક ઓફ ધ ટાઉન કેસ રહ્યો હતો. આ કેસમાં પણ કમલેશ રામાણીનું નામ ઉછળ્યું હતું....

ફોટો - http://v.duta.us/tRpSjwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xLh_SQAA

📲 Get gujaratnews on Whatsapp 💬