લ્યો બોલો! સુરતમાં યોજાશે ભારતની પહેલી પાદવાની સ્પર્ધા, આ રીતે નક્કી કરાશે વિજેતા

  |   Gujaratnews

પાદ નામ સાંભળતા જ આપણે પહેલાં તો મોઢું ચઢાવી લઈએ છીએ. એમાં પણ જાહેરમાં જો કોઈ પાદે તો લોકો તેને પાંપણ ઊંચી કરીને ગુસ્સાભરી નજરોમાં જુએ છે. ત્યારે સુરતમાં એક અનોખી સ્પર્ધા યોજાવા જઈ રહી છે. આ સ્પર્ધા છે પાદવાની. આ સ્પર્ધામાં પાદ માટેના નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે. અને જે સૌથી સારી રીતે પાદશે તેને એવોર્ડ પણ આપવામાં આવશે. લોકો પાદથી શરમ ન અનુભવે તે માટે આ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

આમ તો વિદેશમાં આ પ્રકારની સ્પર્ધા યોજાતી હોય છે. પણ ભારતમાં આ પ્રકારની સ્પર્ધા આજસુધી ક્યારેય યોજાઈ નથી. ત્યારે સુરતના વિશ્વેશ સંઘવી અને તેના મિત્ર દ્વારા આ કોમ્પિટિશનનું આયોજન કરાયું છે. આ કોમ્પિટિશન ચાર શ્રેણીમાં વહેંચવામાં આવી છે. સૌથી લાંબુ પાદ, સૌથી મોટા અવાજવાળું પાદ, સૌથી વધારે ગંધાતું પાદ અને મ્યુઝિકલ પાદ. આ કોમ્પિટિશન માટે 100 રૂપિયા ફી રાખવામાં આવી છે. અને દેશભરમાંથી 200 જેટલાં લોકોએ ફોન કર્યા છે અને 100 લોકોએ તો રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે....

ફોટો - http://v.duta.us/VFlbHgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cYBtZwAA

📲 Get gujaratnews on Whatsapp 💬