18 વર્ષની યુવતીએ ઊંડી ખીણમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું, કારણ જાણી ચોંકી જશો

  |   Gujaratnews

પંચમહાલથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 18 વર્ષની યુવતીએ ડુંગર પરથી ઊંડી ખીણમાં છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. યુવતીના આપઘાતની આ ઘટના હાલોલના ભીખાપુરા ગામની છે. સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પંચપહાલ જિલ્લાના શહેર હાલોલ ખાતે આવેલ ભીખાપુરા ગામની નંદ ક્વોરીની ઊંડી ખીણમાં એક 18 વર્ષની યુવતીએ ડુંગર પરથી મોતની છલાંગ લગાવી છે. માતા-પિતા દ્વારા કામકાજ બાબતે ઠપકો આપતા યુવતીએ આપઘાત કર્યો છે એવું કારણ સામે આવ્યું છે. જોકે ઘટના વિશે માહિતી મળતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે યુવતીની લાશને ખીણમાંથી કાઢીને પોસ્ટ મોર્ટમ(પીએમ) અર્થે મોકલવામાં આવી છે. પોલીસ રિપોર્ટ મુજબ માતા-પિતા દ્વારા કામકાજ બાબતે યુવતીને ઠપકો આપતા યુવતીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે....

ફોટો - http://v.duta.us/cfj5fgAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/QOAKsAAA

📲 Get gujaratnews on Whatsapp 💬