અ’વાદના આ વિસ્તારમાં મોડી રાત્રે બ્રિજ નીચે ફાયરિંગ, એક વ્યક્તિને પગમાં ગોળી વાગી

  |   Gujaratnews

આજકાલ રાજ્યમાં ક્રાઇમનો રેસિયો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ નીચે ફાયરિંગની ઘટના સામે આવી છે. ગઇ કાલે રાત્રે એક આધેડ વ્યક્તિ પર ફાયરિંગ કરી શખ્શો ભાગી ગયા હતા. ફાયરિંગના કારણે એક વ્યક્તિને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ચંદલોડિયામાં રહેતા અને સોડાની લારી ચલાવતા મદનલાલ પાલ પર ફાયરિંગ થયું હતું. મદનલાલ ગઈકાલે રાત્રે ઘરે જતા હતા ત્યારે તેમની પાસે ત્રણેક લોકો આવ્યા અને તેમની સાથે ઝઘડો કરી તેમના પર ફાયરિંગ કર્યું. તેમને પગમાં ગોળી વાગી હતી, જેથી મદન લાલ પાલને પગમાં ગોળી વાગતા તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા....

ફોટો - http://v.duta.us/U0P06gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/ztJdKgAA

📲 Get gujaratnews on Whatsapp 💬