અ’વાદ: દાદાએ એવું તે શું કર્યું કે માતા-પૌત્રએ છરી લઇને કાસળ કાઢ્યું, જાણો ઘટનાનું સાચું કારણ

  |   Gujaratnews

રાજ્યમાં હત્યાઓ દિવસેને દિવસે વધી રહી છે. આજે અમદાવાદમાં માતા અને પુત્રએ સાથે મળીને દાદાનું કાસળ કાઢી નાખ્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના રખિયાલના મોનોગ્રામ મિલની ચાલીમાં આ ઘટના બની છે. જેમાં એક 15 વર્ષના સગા પૌત્રએ દાદાની છરાના ઘા મારીને કમકમાટીભર્યું મોત નિપજાવ્યું છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ઘરમાં ફ્રિઝને લઇને વહુ સાથે સામાન્ય બોલાચાલી બાદ પૌત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને તેને ગુસ્સામાં આવીને દાદાની હત્યા કરી હતી. આ ઘટના બાદ રખિયાલ પોલીસે માતા અને પુત્રની ધરપકડ કરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, રખિયાલ વિસ્તારમાં આવેલી મોનોગ્રામની ચાલીમાં હરિકેશ (ઉ.વ.63) તેમના ચાર પુત્રના પરિવાર સાથે રહેતા હતા. મોટો પુત્ર સંજય હાલમાં પાસા હેઠળ જેલમાં છે. તેની પત્ની અને પુત્ર અલગ રહે છે. ગઈકાલે રાતે હરિકેશ અને ઘરના અન્ય સભ્ય હાજર હતા ત્યારે 15 વર્ષનો પૌત્ર તેની માતા સાથે ઘરે આવ્યો હતો, ત્યારે ફ્રિઝને લઇને સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બની ગયો હતો....

ફોટો - http://v.duta.us/4L7mrwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/cbh1BQAA

📲 Get gujaratnews on Whatsapp 💬