ક્ષમા માગવી એ વીરતા છે, નીલકંઠવર્ણી ઉપર મોરારી બાપુએ ફરીથી માગી માફી

  |   Gujaratnews

નીલકંઠવર્ણી મુદ્દે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિરોધ વ્યક્ત કર્યા બાદ કથાકાર મોરારી બાપુએ આ મામલે ફરીથી માફી માગી છે. મોરારી બાપુએ કહ્યું છે કે, કોઈનું દિલ દુભાયું હોય તો ક્ષમા માગવી એ વીરતા છે. ઉલ્લેખનીય છે કે, મોરારી બાપુએ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે, લાડુલી ખાધી હોય તેને નીલકંઠ ન કહેવાય. જે બાદ વિવાદનો મધપૂડો છેડાયો હતો.

જામનગરના એરપોર્ટ નજીક હાલ મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થયો છે. રામકથામાં મોરારી બાપુએ નીલકંઠવર્ણી નિવેદન મામલે સ્વામિનારાયણ સંપ્રદાયની માફી માગી હતી. મોરારી બાપુએ કહ્યું કે, કોઈનું દિલ દુભાયું હોય તો ક્ષમા માંગવી એ વીરતા છે, અને વીર જ ક્ષમા માંગી શકે. ક્ષમા આપવીએ વીરોનું લક્ષણ છે અને ક્ષમા માંગવીએ કાયરનું કામ નથી. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં આયોજિત આ રામકથાનું નામ જ માનસ ક્ષમા છે....

ફોટો - http://v.duta.us/uwle8QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/bwvjpgAA

📲 Get gujaratnews on Whatsapp 💬