ગુજરાત રમખાણના ચહેરાઓએ અમદાવાદમાં કર્યું ‘એકતા ચંપલ’ની દુકાનનું ઉદ્ધાટન

  |   Gujaratnews

2002માં ગુજરાતમાં રમખાણ વખતે માથા પર કેસરી કપડું બાંધીને અને હાથમાં લાકડી લઈને અશોક પરમાર અને લાચાર સ્થિતિમાં કુતુબુદ્દીન અન્સારી ગુજરાત રમખાણોનો ચહેરો બની ગયા હતા. પણ રમખાણો બાદ આ બંને ચહેરા ગુજરાતની કોમી એકતાના ચહેરા બની ગયા છે. શુક્રવારે અશોક પરમારના ફૂટવેર શોપ ‘એકતા ચંપલ’નું અન્સારીએ ઉદ્ઘાટન કર્યુ હતું. 2014માં તેમની મિત્રતા ત્યારે શરૂ થઈ હતી જ્યારે પ્રથમ વખત બંને સાંપ્રદાયિક સુમેળના કાર્યક્રમના મંચ પર સાથે આવ્યા હતા.

17 વર્ષ પહેલાં 45 વર્ષીય અશોક પરમારનો ચેહરો 2002ના ગુજરાત રમખાણોનું પ્રતીક બની ગયો હતો. તે સમયે માથા પર કેસરી કપડું બાંધીને અને હાથમાં લાકડી લઈને અશોક પરમારની તોફાનોની ભયાનકતા દર્શાવવા અશોક પરમારની આંખો પૂરતી હતી. તે જ સમયે, કુતુબુદ્દીન અન્સારીની રડતી આંખો અને હાથ જોડીને જોઈને બધા કંપી ઉઠ્યા હતા. પણ ગુજરાત રમખાણોની આ બે તસવીરો આજે ગુજરાતની કોમી એકતાની મિશાલ દર્શાવી રહી છે. આ બંને વ્યક્તિઓ હવે રમખાણોને ભૂલીને કોમી એકતાનો સંદેશો આપી રહ્યા છે....

ફોટો - http://v.duta.us/4YCJ4gAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/IlZMrQAA

📲 Get gujaratnews on Whatsapp 💬