ગણેશ વિસર્જન વખતે છવાયું માતમ, તળાવમાં ડૂબી જતાં 6 લોકોનાં મોત

  |   Gujaratnews

ગણેશ વિસર્જન સમયે ગુજરાતમાં શુક્રવારના રોજ એક જ દિવસમાં પાંચ લોકોનાં ડૂબી જવાને કારણે મોત નિપજ્યા હતા. તો શનિવારે પણ ગુજરાતની સરહદે આવેલ નંદુરબારમાં ગણેશ વિસર્જન સમયે 6 લોકોનાં મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન સમયે તળાવમાં ઉતરેલાં તમામ 6 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલાં નંદુરબાર જિલ્લામાં ગણપતિ વિસર્જન દરમિયાન છ લોકો ડૂબી ગયા હતા. તમામનાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. શુક્રવારે ગામના તળાવમાં પાંચ દિવસીય ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ આ અકસ્માત સર્જાયો હતો. નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના વડછીલ ગામે બનેલી આ કરુણ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહોને તળાવમાંથી કાઢવામાં આવ્યા હતા....

ફોટો - http://v.duta.us/1y4wMwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7bg1zwAA

📲 Get gujaratnews on Whatsapp 💬