ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપરનો મોટો ધડાકો, Bcaની પોલ ખોલતો 60 મુદ્દાનો ઉલ્લેખ કરી ધર્યું રાજીનામું

  |   Gujaratnews

ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટ કીપર નયન મોંગિયાએ આજે મોટો ધડાકો કર્યો છે. નયન મોંગિયાએ આજે બરોડા ક્રિકેટ એસોસિયેશનના સત્તાધીશોના વહીવટથી કંટાળીને બી.સી.એ.ના જુનિયર વિભાગના મેન્ટર પદેથી રાજીનામું આપ્યું છે.

નયન મોંગિયાએ બી.સી.એ.ના સેક્રેટરીને ઈ- મેઈલથી પોતાનું રાજીનામું મેઇલ કર્યું હતું. રાજીનામાના લેટરમાં નયન મોંગિયાએ બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં ચાલતી ગેરરીતિઓની જણાવી હતી.

નયન મોંગિયા બી.સી.એ.ના જુનિયર વિભાગના મેન્ટર તરીકે છેલ્લા ત્રણ મહિનાથી જોડાયા હતા. હવે નયન મોંગિયાનું રાજીનામું સ્વીકારવું કે નહિં તે અંગેનો નિર્ણય બી.સી.એ.ની મેનેજિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. નયન મોંગિયાએ આપેલા ચાર પાનાંના રાજીનામાના પત્રમાં 60 જેટલા મુદ્દાઓ રજૂ કર્યા છે.

તમને જણાવી દઇએ કે, બીસીએમાં મુનાફ પટેલના વિવાદ બાદ ત્રીજા દિવસે નયન મોંગિયાના રાજીનામાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અને એસોસિયેશન સાથે જોડાયેલા લોકોમાં અલગ અલગ પ્રકારની વાતો વહેતી થઇ રહી છે....

ફોટો - http://v.duta.us/5NtxIQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RJtbtwAA

📲 Get gujaratnews on Whatsapp 💬