‘ઢોંગી ઢબુડી’ ઉર્ફે ધનજી ઓડ માટે આજનો દિવસ ખુબ જ મહત્વપૂર્ણ, આજે સાંજે થશે કિસ્મતનો ફેસલો!

  |   Gujaratnews

ઢોંગી ઢબુડીને લઇને એક પછી એક ખુલાસોઓ થઇ રહ્યા છે. વિજ્ઞાનજાથાવાળા ઢોંગી ઢબુડીના કાવતરાનો પર્દાફાશ કર્યો છે. ત્યારે પેથાપુરમાં નોંધાયેલી ફરિયાદના કારણે ગમે ત્યારે ધનજી ઓડની ધરપકડ થઇ શકે છે, જેના કારણે ઢોંગી ઠબુડીના અગોતરા જામીન અરજી કરી હતી.

ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા શુક્રવારે ગાંધીનગર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષોની દલીલોને અંતે કોર્ટે શનિવારે સાંજે નિર્ણય જાહેર કરવાનું કહ્યું હતું. ધનજી ઓડના વકીલ દ્વારા શુક્રવારે તેના બચાવમાં કોર્ટમા અનેક દલીલ કરાઇ હતી. તો બીજી બાજુ પેથાપુર પોલીસે ધનજી વિરુદ્ધ થયેલ અરજી મામલે એફિડેવિટ રજૂ કર્યુ છે.

સરકારી વકીલ તરફથી દલીલ કરાઈ હતી કે, ધનજી ઓડે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી જોગણીમાતાના ભુવા તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી પછી ઢબુડી માતાજી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ખોટો ભ્રામક પ્રચાર કરી બિમાર તેમજ દુખિયારા લોકોને બાધાઓ આપી વચનોમાં બાંધીને તેઓ અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. જેને કારણે અરજદાર પોતે પણ તેનો ભોગ બન્યા છે....

ફોટો - http://v.duta.us/yy0RaAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/iqsnZwEA

📲 Get gujaratnews on Whatsapp 💬