દામોદર કુંડમાં તરૂણનું, ખોડીયાર ધુનામાં યુવાનનું ડૂબી જતા મોત

  |   Junagadhnews

જૂનાગઢ,તા. 6 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

જૂનાગઢનાં ગણેશ વિસર્જન બાદ દામોદર કુંડ ખાતે નહાવા ગયેલા એક તરૂણનું ડૂબી જતા મોત થયું હતું. જયારે સુખનાથ ચોક વિસ્તારનો એક યુવાન નહાવા ગયો ત્યારે પણ લપસતા ખોડીયાર ધુનાના પાણીમાં ગરક થઈ જતા તેનો પણ મૃતદેહ જ મળ્યો હતો.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતો મયુર લક્ષ્મણ ઉ.વ.૧૭ નામનો તરૂણ આજે ભરડાવાવ વિસ્તારમાં રહેતા મામાને ત્યાં ગયો હતો ત્યાંથી ગણેશ વિસર્જન માટે ભવનાથ ગયો હતો. ગણેશ વિસર્જન બાદ દામોદર કુંડનાં નહાવા પડતા તે ડૂબી ગયો હતો. અને તેનો મૃતદેહ જ મળતા ગમગીની વ્યાપી ગઈ હતી.

જયારે સુખનાથ ચોક વિસ્તારમાં રહેતો ઈરફાન સુમરા (ઉ.વ.૨૦) નામનો યુવાન નહાવા ગયો ત્યારે તેનો પગ લપસતા ખોડીયાર ધુનાના ઉંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. આ અંગે જાણ થતા જૂનાગઢ ફાયર બ્રિગેડનાં સ્ટાફે ત્યાં જઈ શોધખોળ હાથ દરી હતી. અને ઈરફાનનો મૃતદેહ મળ્યો હતો. જેને સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આમ એક દિવસમાં ડૂબી જવાથી તરૂણ તથા યુવાનનું મોત થતા ગમગીની વ્યાપી ગઈ હતી.

ફોટો - http://v.duta.us/qOzGNAAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/MBIE8QAA

📲 Get Junagadhnews on Whatsapp 💬