મૂળી પંથકમાં ભારે વરસાદથી ઉમરડા અને ધર્મેન્દ્રગઢ વચ્ચેનો કોઝવે પૂરના પાણીમાં ધોવાયો

  |   Surendranagarnews

સરા.તા. 6 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

છેલ્લા ત્રણ દિવસથી મૂળી પંથકમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે નદી નાળા ચેકડેમમાં ફરી વરસાદી પાણીની આવક થતા રસ્તાઓ અને બેઠા ક્રોઝવે પર વરસાદી પાણી ફરી વળતા નુકશાન થવા પામેલ છે ત્યારે મૂળીના ઉમરડાથી ધર્મેન્દ્રગઢ તરફ જવાના રસ્તા પર આવેલ બેઠો ક્રોઝવે ગત વરસાદમાં ધોવાઈ ગયેલ હતો. તંત્ર દ્રારા ક્રોઝવે પર સમારકામ કરેલ હતુ.

છેલ્લા બે ત્રણ દિવસમાં પડેલા અનરાધાર વરસાદને કારણે વરસાદી પાણી ક્રોઝવે પર ફરી વળતા સરકારી તંત્ર દ્રારા કરેલા સમારકામના હજારો રૂપિયા વરસાદી પાણીમાં ધોવાઈ ગયેલ હતા જેના કારણે ઉમરડા સહિત ગામોની સમસ્યા ઠેરની ઠેર રહી હતી. ઉમરડા ગામના અગ્રણી કનુભાઈ કરપડાએ જણાવ્યા મુજબ બેઠા ક્રોઝવેના બદલે તંત્ર દ્રારા ઉભાપુલ બનાવવામાં આવે તો જ ગ્રામજનોની હાલાકી દુર થઈ શકે તેમ છે બેઠો ક્રોઝવે પર સમારકામના હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આદરવામાં આવે છે પરંતુ ભારે વરસાદને કારણે ફરી ગાબડા પડતા રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે તંત્ર દ્રારા કાયમી ઉકેલ માટે અહિ ઉભો પુલ બનાવે તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.

ફોટો - http://v.duta.us/GW_Z6QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Z9W7UAAA

📲 Get Surendranagarnews on Whatsapp 💬