7 વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી, દરેક બેઠક માટે બનાવી આ રણનીતિ

  |   Gujaratnews

સાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. વિધાનસભામાં આવતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ મુજબ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રભારી રાજીવ સાતવે પેટા ચૂંટણીનાં આગેવાનો, હોદ્દેદારો અને ધારાસભ્યોને સોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. રાજીવ સાતવે પેટા ચૂંટણીને લઈને બેઠક મુજબ હોદ્દેદારો અને આગેવાનોનો કલાસ લીધો હતો.

રાજ્યની સાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને પ્રભારીની અધ્યક્ષતામાં સમીક્ષા કરવામાં આવી હતી. પેટાચૂંટણી જીતવા કોંગ્રેસે સીટ મુજબ માઈક્રો પ્લાનિંગ કર્યું છે. વિધાનસભામાં આવતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ મુજબ હોદ્દેદારોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સાથે સાથે સિનિયર આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત એક વિધાનસભામાં પાંચ ધારાસભ્યોને પણ જવાબદારી સોંપવામાં આવી છે. સિનિયર આગેવાનો, હોદ્દેદારો અને ધારાસભ્યો લોકો વચ્ચે ગયા છે કે નહીં તેની સમીક્ષા પ્રભારીએ કરી હતી. સાતેય વિધાનસભાની પેટા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે સીટ મુજબ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં હોદ્દેદારો અને આગેવાનોએ કરેલી કામગીરીનો રિપોર્ટ મંગવામાં આવ્યો અને પ્રભારીએ આગેવાનો, હોદ્દેદારો અને ધારાસભ્યોના કલાસ પણ લીધા હતા. ઉમેદવારોની પસંદગી માટે નીચેથી પાયાના કાર્યકરો અને ગામ તથા બુથ લેવલે જઈ પ્રજાનો અવાજ સાંભળવા આગેવાનો અને હોદ્દેદારોને સૂચના આપવામાં આવી હતી....

ફોટો - http://v.duta.us/mU3xjQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/E8ATpwAA

📲 Get gujaratnews on Whatsapp 💬