અમદાવાદઃ જન્મદિવસના દિવસે જ પતિએ વોટ્સએપ પર કર્યો એવો મેસેજ, કે પત્ની સીધી પોલીસ સ્ટેશને પહોંચી

  |   Gujaratnews

પત્ની સાથે છૂટાછેડા લેવા માગતા પતિઓ તેમને માનસિક રીતે ખુબ હેરાન કરે છે. આવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. બોડકદેવમાં રહેતાં પતિએ ચારિત્ર્યની શંકા રાખીને પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. અને વોટ્સએપ અને ટેક્સ મેસેજ કરીને એવો મેસેજ કર્યો કે તારે બીજા સાથે પ્રેમસંબંધ છે. જન્મદિવસના દિવસે જ પતિએ આવો મેસેજ કરતાં પત્નીએ પતિ અને સાસરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદ મુજબ દાણીલીમડામાં પિયરમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન 2011માં બોડકદેવ ખાતે રહેતાં યુવક સાથે થયા હતા. પતિ દરરોજ નશો કરીને આવતો હતો. પતિ સહિત સાસુ સસરા ઘરકામ માટે મહિલા સાથે ઝઘડો કરતા હતા. પતિ અવાર નવાર મહિલાને માર મારતો હતો. માર્ચ 2018માં મહિલા અને તેનો પતિ થલતેજ ખાતે જૂદા રહેવા ગયા હતા. પતિ માર મારતો હોવાથી મહિલા તેના સસરા પાસે મદદ માગચતી હતી. પરંતુ સસરા પણ તેના પુત્રને ઉશ્કેરતા હતા. અને કહેતા કે તું આને છોડી દો તો હું તને બીજી લાવી આપીશું....

ફોટો - http://v.duta.us/vTrw5QAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BmdUTQAA

📲 Get gujaratnews on Whatsapp 💬