આગામી 4 દિવસ ગુજરાત માટે ખુબ જ મહત્વના, રાજ્યનાં આ ભાગોમાં પડશે અતિભારે વરસાદ

  |   Gujaratnews

ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. એક બે દિવસના વિરામ બાદ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થઈ જાય છે. હાલમાં રાજ્યમાં 100 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે, ત્યારે હજુ આગામી 4 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે....

ફોટો - http://v.duta.us/3Pex_wEA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/X8TLJAAA

📲 Get gujaratnews on Whatsapp 💬