ઢોંગી ઢબુડી બાદ ગુજરાતમાં જામ્યું ધાર્મિક યુદ્ધ, સ્વામિનારાયણનાં સંતોની ક્લિપો વાઇરલ કરવાની ચીમકી

  |   Gujaratnews

ઢોંગી ઢબુડીનો પર્દાફાશ થયા બાદ ગુજરાતમાં ધાર્મિક યુદ્ધ છેડાઈ ગયું છે. અને આ યુદ્ધ છેડાવવા પાછળનું કારણ મોરારી બાપુનું નિવેદન છે. નીલકંઠવર્ણી મામલે નિવેદન આપ્યા બાદ ગુજરાતમાં સાધુ સમાજ અને સ્વામિનારાયણ સંપ્રદાય આમને સામને આવી ગયા છે. સાધુ સમાજની મળેલી એક બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, મોરારી બાપુ માફી નહી માગે. એટલું જ અહીં એક સાધુએ તો સ્વામિનારાયણનાં સંતોનાં કાંડોની ક્લિપો વાઇરલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

નીલકંઠવર્ણીના નિવેદન મામલે મોરારી બાપુને સ્વામિનારાયણ સંપ્રદાયના રોષનો સામનો કરવાની નોબત આવી હતી. જે બાદ તેઓએ આ મામલે માફી પણ માગી હતી. પણ તેમ છતાં સ્વામિનારાયણ સંપ્રદાયે નામજોગ માફી માગવાની માગ કરી હતી. પણ હવે ગુજરાતનો સાધુ સમાજ સ્વામિનારાયણ સંતની વિરોધમાં ઉતરી આવી મોરારી બાપુને સમર્થન આપવાનું શરૂ કર્યું છે. સાધુ સમાજની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, મોરારી બાપુ માફી નહીં માગે....

ફોટો - http://v.duta.us/yua8KQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/1xaOwgAA

📲 Get gujaratnews on Whatsapp 💬