પાલનપુરઃ સગાઈ તૂટી જતાં નિરાશ થયેલાં યુવાને બિલ્ડિંગથી કૂદકો માર્યો, લોકોએ આ રીતે બચાવ્યો જીવ

  |   Gujaratnews

બનાસકાંઠાના પાલનપુરમાં એક યુવકના ડ્રામાએ ભારે ચકચાર મચાવી હતી. પાલનપુર ખાતે આવેલાં ડોક્ટર હાઉસથી એક યુવકે છલાંગ લગાવતાં લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. સગાઈ તૂટી ગયા બાદ નિરાશ થયેલ યુવાને આત્મહત્યા કરવા માટે છલાંગ લગાવી હોવાની ચર્ચા લોકો કરી રહ્યા છે. તો ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પાલનપુર ખાતે આવેલા ડોક્ટર હાઉસ ખાતેથી એક યુવાને નીચે ઝંપલાવ્યું હતું. જોકે, નીચે ઉભેલા લોકોએ એક નેટના સહારે યુવકને ઝીલી હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સગાઈ તૂટી ગયા બાદ યુવકે આવું પગલું ભર્યું હતું. યુવક ડોક્ટર હાઉસ ઉપર આપઘાત કરવાના ઈરાદા સાથે ઉપર ચઢી ગયો હતો. યુવકના પિતાના જણાવ્યા પ્રમાણે તેના પુત્રની માનસિક હાલત સારી નથી. જોકે, સૂત્રો કહી રહ્યા છે કે સગાઈ તૂટી ગયા બાદ યુવક આપઘાતના વિચાર સાથે અહીં આવી પહોંચ્યો હતો....

ફોટો - http://v.duta.us/yLcx1AAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/q5mRigAA

📲 Get gujaratnews on Whatsapp 💬