સ્વામિનારાયણના સંતે 15 વર્ષીય કિશોર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો આરોપ

  |   Gujaratnews

સ્વામિનારાયણ સંત વિરુદ્ધ વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે વડતાલના સુવ્રત સ્વામીપર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં ભણતા 15 વર્ષીય સગીર પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે. એટલું જ નહીં, સુવ્રત સ્વામીની સાથે દેવ સ્વામી અને સંત વલ્લભસ્વામી ઉપર પર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીને આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે.

કિશોર વડતાલના સ્વામીનારાયણ મંદિરની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતો હતો. અને સ્વામીઓ સાથે પાર્ષદ તરીકે રહેતો હતો. સંયમ અને ત્યાગ સમર્પણના પાઠ આપતા આપતા આ સ્વામીઓએ કિશોર સાથે અલગ અલગ જગ્યાએ સૃષ્ટિ વિરુદ્ધનું ગંદુ કામ કર્યુ હતું. કિશોર સાથે વારંવાર આવું કામ કરીને કિશોરને ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને પણ જણાવશે તો સ્વામીઓ તેને જાનથી મારી નાંખશે. જો જીવ વ્હાલો હોય તો ચૂપચાપ તાબે થા. નહીં તો જીવથી જા. પરંતુ કિશોરના માતા-પિતા સુધી આ વાત પહોંચી ગઈ હતી અને કિશોરના પિતાએ તુરંત જ પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી....

ફોટો - http://v.duta.us/jGhRHwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BuTU1wAA

📲 Get gujaratnews on Whatsapp 💬