[gujarat] - ‘ટાઈગર જિંદા હૈ’ ગુજરાતમાં વાઘ દેખાયાની વધુ તસવીરો આવી સામે

  |   Gujaratnews

હાલ સતત સમાચાર મળી રહ્યા છે કે આ વિસ્તારમાં વાઘ જોવા મળ્યો, જો કે વનવિભાગે તમામ પ્રકારની તપાસ હાથ ધર્યા પછી જ એ વાતની પુષ્ટી કરી છે કે મહિસાગર જિલ્લામાં બે દિવસ પહેલા જે વન્ય પ્રાણી જોવા મળ્યુ હતુ તે વાઘ છે.

મહિસાગર જિલ્લામાં બે દિવસ પહેલા જોવા મળેલું વન્ય પ્રાણી વાઘ જ હોવાની વન વિભાગ તરફથી પુષ્ટિ કરવામાં આવી છે. બે દિવસ પહેલા એક શિક્ષકે દાવો કર્યો હતો કે તેણે એક વાઘની તસવીર ક્લિક કરી છે. જે બાદમાં વન વિભાગની ટીમે વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

હવે વન વિભાગ તરફથી વાઘની અન્ય એક તસવીર જાહેર કરીને એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે શિક્ષકે જોયેલું પ્રાણી વાઘ જ હતો. એટલે કે ગુજરાતમાં વાઘ હોવાના સમાચાર પર વન વિભાગે મહોર મારી દીધી છે....

ફોટો - http://v.duta.us/7GXeZwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/2diftAAA

📲 Get gujaratnews on Whatsapp 💬