[gujarat] - ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં, ઘર ઘર ચાલો અભિયાનની શરૂઆત

  |   Gujaratnews

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપે ચૂંટણીલક્ષી કાર્યક્રમો શરૂ કરી દીધા છે આજે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મેરા પરિવાર ભાજપા પરિવાર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. તેઓએ પોતાના થલતેજ સ્થિત નિવાસસ્થાન રોયલ ક્રેસન્ટ ખાતેથી ભાજપનો ધ્વજ ફરકાવ્યો.ત્યારબાદ અમિત શાહ કાર્યકર્તાઓને સંબોધશે. ધ્વજ લગાવી ઘર ઘર ચાલો અભિયાનની કરાવશે શરૂઆત કરાવશે.

ત્યારબાદ તેઓ રેલી કાઢશે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઓમ માથુર અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જીપમાં બેસીને રેલી કાઢવાના છે તેઓ થલતેજથી બોડકદેવમાં આવેલા દિન દયાલ હોલ સુધી રેલી કાઢશે ત્યાર બાદ હોલની અંદર તેઓ કાર્યકરો અને આગેવાનોને ચૂંટણીના સંદર્ભમાં માર્ગદર્શન આપશે....

ફોટો - http://v.duta.us/hueIFwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/a6bUjQAA

📲 Get gujaratnews on Whatsapp 💬