[gujarat] - સુરતમાં લગ્ન પ્રસંગે વરરાજાએ હવામાં ફાયરિંગ કર્યુ, વીડિયો વાયરલ

  |   Gujaratnews

હાલ લગ્નની સિઝન પુરબહારમાં ચાલી રહી છે ત્યારે એવા એવા કેટલાક કિસ્સાઓ સામે આવે છે જે આપણા સૌનું ધ્યાન ખેચે છે. લગ્ન પ્રસંગ હોય એટલે સ્વાભાવિક છે કે ઉત્સાહ અને આનંદ હોય પણ આ ઉત્સાહના અતિરેકમાં આપણે ક્યારેક એવી ગંભીર ભૂલો કરી બેસીએ છીએ કે જેનાથી આખી જિંદગી માત્ર પસ્તાવો રહે છે.

વાત જાણે એમ છે કે દ્વારકા અને સુરતમાં લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગની ઘટનાઓ બની હતી. ક્યારેક જોશ કે અતિઉત્સાહમાં આવીને કરવામાં આવતા કામોને કારણે ખુશીનો પ્રસંગને દુઃખ બદલાઈ જતો હોય છે. દ્વારકાના કલ્યાણપુર ગામ ખાતે એક લગ્ન પ્રસંગે ઉંમગમાં આવીને કરવામાં આવેલા ફાયરિંગમાં એક મહિલાનું મોત થયું હતુ.

તો સુરત શહેરમાં પણ લગ્નનાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. કલ્યાણપુર ખાતે જાનના આગમન વખતે એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. આ સમયે જાનમાં હાજર એક મહિલાને છરા વાગી જતાં તેનું મોત થયું હતું. આ બનાવ ગત રવિવારે બન્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે....

ફોટો - http://v.duta.us/9rGGzwAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/g9EXvQAA

📲 Get gujaratnews on Whatsapp 💬