[himatnagar] - તલોદના અક્કલની મુવાડીમાં પાટોત્સવ યોજાયો
પુંસરી | તલોદ તાલુકાના અક્કલની મુવાડી ગામે બહુચર માતાજી, જોગણી માતાજી, ઝોપડી માતાજી સહિત મેલડી માતાજીનો બીજો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સોલંકી પરિવાર દ્વારા સ્થાપિત કરેલ માતાજીના મંદિરમાં પરિવાર સાથે મળી માતાજીના મંદિરે હવનનું આયોજન કર્યું હતુ. તેમજ શોભાયાત્રા નીકળી હતી. તેમજ આવેલ મહેમાનો સહિત પરિવાર એક થઈ સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું અને પ્રતિકભાઇ શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર કરી હવનની પૂર્ણાહૂતિ કરી હતી સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.તસવીર - કલ્પેશ જોષી...
ફોટો - http://v.duta.us/LIZIFwAA
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/tdM3pAAA