[patan] - શંખેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે ખેડૂતોના વિવિધ પ્રશ્નો

  |   Patannews

શંખેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને અછતગ્રસ્ત વિસ્તારમાં સહાય ચુકવણી બાબતે જન આક્રોશ રેલીનો કાર્યક્રમ યોજવામાં અાવ્યો હતો.

ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ અને ખેડૂતોના હિતનું રક્ષણ કરવામાં ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે,અછતગ્રસ્ત વિસ્તારમાં હજુ સુધી ખેડૂતો ને પૂરતી સહાય મળી નથી,ઘાસ ડેપોમાં પૂરતું ઘાસ મળતું નથી ત્યારે ખેડૂતોને હેરાન કરવાનું સરકાર બંધ કરે તેવોસૂર વ્યકત કરાયો હતો. અા પ્રસંગે શંખેશ્વર મામલતદાર કે.જી.ગઢવીને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રહલાદજી ઠાકોર,વિપક્ષ નેતા ધીરુજી ઠાકોર,મહામંત્રી જીવાભાઈ ખેર,ઉપ પ્રમુખ દેવુભા વાઘેલા,હીરાભાઈ ચાવડા,વિનોદ ઠાકોર સહિત તાલુકાના કાર્યકરો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RC1NcgAA

📲 Get Patan News on Whatsapp 💬